મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામાં સંડોવાયેલ અને એક મહિના પૂર્વે રાજકીય આગેવાનની ઓફિસમાં ઘુસી તોડફોડ કરી કાયદો હાથમાં લેનાર શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમને આધારે પાસા હેઠળ સાબરમતી જેલ અમદાવાદ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.
મોરબી શહેરમાં અગાઉ મારામારી સહિતના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ રવાપર બોની પાર્ક વિસ્તારમાં રહેતા આરોપી જયેશ તુલસીભાઈ કાસુંદ્રાએ ગત ફેબ્રુઆરી માસમાં મોરબીના રાજકીય આગેવાન અજય લોરીયાની સેવા એજ સંપત્તિ ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ગુન્હાના બનાવ બાદ સીટી એ ડિવિઝન પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપી જયેશ તુલસીભાઈ કાસુન્દ્રા રહે.બોનીપાર્ક, રવાપર રોડ, મૂળ રહે.ઘુનડા વાળા શખ્સને પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી હેઠળ પગલાં લેવા દરખાસ્ત કરતા દરખાસ્ત મંજુર થતા આરોપી જયેશની ધરપકડ કરી સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો.
