મોરબી મહાપાલિકા દ્વારા આજે ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધીના ગેરકાયદે ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં બે જેસીબી વડે દબાણોનો કડુસલો બોલાવવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે આજે શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધીના રોડની પસંદગી કરી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં ટિમ ફિલ્ડ ઉપર ઉતરી હતી. જેમાં બે જેસીબી વડે અનેક દબાણો દૂર કરવામાં આવ્યા આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ટ્રાફિક સમસ્યાને કેન્દ્રમાં રાખી હાલ દબાણ હટાવવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીથી રોડ ઉપર ટ્રાફિક સમસ્યા હળવી બનશે.



