માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કરી બાદમાં સ્વીફ્ટ કાર પુર ઝડપે ચલાવી બાળકને પગમાં ઇજા પહોંચાડવાની સાથે અન્ય એક શખ્સે ફરિયાદીને ધારીયું લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેતા અરવિંદભાઈ હરખજીભાઈના ઘર પાસે સ્વીફ્ટ કારમાં આવેલ આરોપી નિલેશ રમેશભાઈ પરમાર, કિશન કાનજીભાઈ હૂંબલ, જસમત કાળુભાઇ ઇંદરિયા ગાળો બોલતા હોય અરવિંદભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કર્યો હતો અને કાર લઈને પુરઝડપે જતા જતા હડફેટે લઈ અરવિંદભાઈના પુત્ર નક્ષને પગમાં ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં અન્ય એક આરોપી રમેશભાઈ દેવશીભાઈ પરમારે ગામના ઝાપા પાસે ધારીયું લઈ અરવિંદભાઈને આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો હતો