હળવદના રાયધ્રા ગામના બેચરભાઈ રઘુભાઈ નામના ખેડૂતે રણજીતગઢ ગામે ઉધડમાં વાડી રાખી 15 વિઘા જેટલી જગ્યામાં ઘઉંનું વાવેતર કર્યું હતું. આ જગ્યાએ ઉપરથી વીજ વાયર પસાર થતો હોય, જે જોખમી હોવાથી તેને દૂર ખસેડવા માટે ખેડૂતે અગાઉ વીજ તંત્રને રજુઆત પણ કરી હતી. પણ વીજ તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ વીજ વાયર તૂટીને નીચે પડતા ઉભા પાકમાં આગ લાગી હતી. જેમાં ખેડૂતમાં 3 વિઘા જેટલા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. હવે વીજ તંત્ર ખેડૂતને વળતર ચૂકવે તેવી માંગ પણ ઉઠી છે.
