Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiસાંસદ વિનોદભાઇ ચાવડા ના જન્મદિવસે દિવ્યાંગો ને ઇલેક્ટ્રીકવ્હીલચેર,જરૂરિયાતમંદ વિકલાંગો ને સાધન સહાય

સાંસદ વિનોદભાઇ ચાવડા ના જન્મદિવસે દિવ્યાંગો ને ઇલેક્ટ્રીકવ્હીલચેર,જરૂરિયાતમંદ વિકલાંગો ને સાધન સહાય


“સેવા પરમોધરમ” ના કર્તવ્ય પાઠ પર ચાલતી સંસ્થાન કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજન ભુજના પ્રાંગણમાં કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડાના જન્મ દિને રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લી. ભીમાસર તેમજ માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ – મુલુન્ડ (મુંબઇ) દ્વારા શ્રી જીગર તારાચંદભાઇ છેડા પ્રમુખશ્રી સર્વ સેવા સંઘ કચ્છ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને હેમેન્દ્ર જણસારી મંત્રીશ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના સૌજન્ય થી ભુકંપમાં ઇજાગ્રસ્ત પેરાપલેજીક દર્દીઓ તથા વિકલાંગો ને ઇલેક્ટ્રીક વિલચેર, જરૂરીયાતમંદ દિવ્યાંગો ને સાધન સહાય વિતરણ કરવામાં આવેલ.

રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યૂબ્સ ભીમાસર ના CSR ફંડ દ્વારા ૨૦ વ્હીલચેર તેમજ માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા ૫ ઇલેક્ટ્રિકલ વિલચેર અર્પણ કરવામાં આવેલ. જન્મદિન નિમિતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા સ્વખર્ચે જરૂરિયાતમંદ દિવ્યાંગો ને કાનના મશીન, બગલગોડી, કુત્રિમ પગ, વોકર લાકડી, વ્હીલચેર આપવામાં આવેલ, સંત સુરદાસ યોજના હેઠળ લગ્ન સહાય, સાધનસહાય આપવામાં આવેલ, બસપાસ કરાવી આપવામાં આવેલ.

માનનીય સાંસદશ્રીના જન્મ દિવસની ઉજવણી ના ભાગરૂપે કેક કટીંગ કરવામાં આવેલ. દિવ્યાંગજનો નો પરિચય હેમેન્દ્ર જણસારી મહેમાનો તથા દિવ્યાંગજનો  નું શાબ્દિક આવકાર શ્રી જીગરભાઇ છેડા, દીપ પ્રાગટ્ય અને મંચસ્થ મહાનુભાવો ના સન્માન મોમેન્ટો, શાલ અને સન્માનપત્ર થી કરવામાં આવેલ.

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, શ્રી જગતભાઇ કીમખાબ વાલા, CSR હેડ રત્નમણી મેટલ્સ, નગર પાલિકા અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન સોલંકી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ગોસ્વામી સાહેબ, રોટરી ક્લ્બ ઓફ ભુજના શ્રી ધવલભાઇ રાવલ, તા.પ. પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, ડો. મુકેશ ચંદે, પચાણ સંજોટ હિતેષ ખંડોલ, દેવરાજ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઇ ગાંધી, વિનોદભાઇ પીઠડીયા, પ્રકાશભાઇ ગાંધી, સિવિલ સર્જન શ્રી ડો. કશ્યપભાઇ બુચ, લખમશીભાઇ લોંચા, મોહનભાઇ ચાવડા, હિતેષ ગોસ્વામી, મહાવીરસિંહ જાડેજા, માવજીભાઇ મહેશ્વરી, અમરસંગ સોઢા, મનજીભાઇ ખરેટ, રાશિકભાઈ શાહ, નરેંદ્રભાઇ પ્રજાપતિ, પ્રફુલસિંહ જાડેજા, ભીમજીભાઇ જોધાણી, રેશ્માબેન ઝવેરી, અશોકભાઇ હાથી, ભુજ મ્યુનિશીપલ કાઉન્સીલર. કવિઓ મહાજન ભુજ તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ , લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓશ્રી તથા દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments