કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા ગુજરાતભરમાં સૌથી મોટી સાંસદ ઓપન કચ્છ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૩ ભુજ જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ પ્રસંગે શુભારંભ કરાયો હતો ટુર્નામેન્ટમાં કચ્છ, મોરબી અને માળિયાની ૫૦૦ થી વધુ ટીમો જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે ત્રણ મહિનાથી વધુ સમય માટે ખેલ મહોત્સવમાં ભાગ લેશે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૩ માં વિવિધ સમાજ અગ્રણીઓ, સંસ્થાન, રાજકીય સાથીઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા રાષ્ટ્રગીત સાથે થયેલ કાર્યક્રમ બાદ ટોસ ઉછાળી વિનોદભાઈએ મેચ શરુ કરાવી નાના બાળકો સાથે કેક કાપી તેમને ટી શર્ટ વિતરણ કર્યા હતા




