મોરબીના શક્ત શનાળા ગામેં અત્યાર સુધી ગ્રામ પંચાયત હતી શનાળા ગામ અને સોસાયટીનો જે વિસ્તાર આવેલ છે તેમાં અત્યાર સુધી પંચાયતની સુવિધાઓ મળતી હતી. જેવા કે કચરો ઉપાડવો પાણી વ્યવસ્થા અને સ્વચ્છતા તો હવે આ શનાળા વિસ્તાર મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે તો ત્યાર બાદ પબ્લિકની સુખાકારી માટે મહાનગરપાલિકા જવાબદાર છે.
જ્યારે શનાળા ગ્રામ પંચાયત ટોટલ કામની જવાબદારીમાંથી મુક્ત થયું હતું તે પહેલાં શનાળા પંચાયત તરફથી ડોર ટુ ડોર કચરો ઉપાડવા ની કામગીરી ચાલુ હતી પણ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા આઠ દસ દિવસથી બંધ કરવામાં આવ્યું હતું તે સમયે આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા મોરબી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર સોની સાહેબની રૂબરૂ મુલાકાત લીધી અને ડોર ટુ ડોર કચરાના ટ્રેક્ટર માટે ની રજૂઆત કરી હતી અને આ રજૂઆત ડેપ્યુટી કમિશનર સાહેબ દ્વારા ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે બીજા જ દિવસે ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી ચાલુ કરી દીધી છે તે બદલ આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા આમ આદમી પાર્ટી ટીમ અને શનાળા ગામજનો વતી મોરબી મહાનગરપાલિકા અને ડેપ્યુટી કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો.

