મોરબી : હાલ મિશન ન્યુ ભારત સંગઠનને મજબૂત બનાવવા માટે આ સંગઠનના હોદેદારોની વરણી કરવામાં આવી રહી હોય મિશન ભારતના વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે ભૌમિકભાઈ ખીરૈયાની નિમણૂક કરવામાં આવી છે. જેને મિશન ન્યુ ભારતના ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમ અમૃતિયા અને મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયાએ આવકારી સ્વાગત કરી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે ભારતના પરમ વૈભવના માર્ગને પ્રસ્થાપિત કરવાંની શુભેચ્છાઓ પાઠવી છે.
