મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ધ્રોલ તાલુકાના ભેંસદડીયા ગામે આવેલ ભેંસદડીયા હનુમાનજી મંદિર ખાતે બાળકો માટે બટુક ભોજન તથા શનિવારના હનુમાનજીનો મણીંદાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 350થી વધુ બાળકોને બટુક ભોજનમાં ભેળ અને મણીદો આપવામાં આવ્યો હતો.
આ તકે ભેંસદડીયા હનુમાનજી મંદિરના મહંતશ્રી 1008 સુખદેવદાસ ત્યાગીજી મહારાજના હસ્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની તમામ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, ચેતનાબેન કાસુન્દ્રા, જાગૃતિબેન પરમાર, રેખાબેન કૈલા, આરતીબેન ચાવડા, જીગ્નાસાબેન ગૌસ્વામી સહિતની બહેનો ઉપસ્થિત રહી હતી.



