કચ્છ : મારો મત સમૃદ્ધ – સમર્થ અને શ્રેષ્ઠ ભારત માટે જ છે. લોકશાહીનો મહાપર્વ ઉજવાશે, આ વખતનો ચુંટણી મહાપર્વ એટલા માટે ખાસ છે કે તેમાં દેશભરમાં ભારતના ભાગ્ય વિધાતા ૮(આઠ) કરોડ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. વિકસિત ભારતના પાયા માટે મતાધિકાર દ્વારા આહુતિ આપશે તેમ આપણા યશશ્વી વડાપ્રધાન મોદી જી એ જણાવતા અચૂક મતદાન માટે અપીલ કરી છે.
૦૧- કચ્છ લોકસભા ભા.જ.પા ના યુવા જાગૃત ઉમેદવાર વિનોદ ચાવડા એ પણ મતદારોને જણાવતા રહે છે કે ચુંટણીનું મહત્વ અને મહત્તા મોટી છે. એના પરિણામો પ્રત્યેક માનવીનું જીવન ધોરણ અને દેશનું ભાવિ નક્કી કરે છે. તેમાં કયો પક્ષ વિજયી બને છે તેના પર દેશની ગતિ, પ્રગતિ અને વિચારધારા અવલંબીત છે, આજે દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીની મજબુત સરકારે સામાજિક, આર્થિક, વૈશ્વિક તમામ ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવ્યો છે. માટે “એક બાર ફિર સે મોદી સરકાર” ના સુત્રને સાર્થક કરવા સુજ્ઞ મતદારોને અપીલ છે તેમ વિનોદ ચાવડા એ જણાવ્યું હતું.
શ્રી વિનોદભાઈ એ તા.૦૨/૦૫/૨૦૨૪, ગુરૂવારનાં અબડાસા વિધાનસભાના દેવપર યક્ષ, મોટી વિરાણી અને જડોદર કોટડા ગામે ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કર્યું અને ગ્રામજનો સાથે સંવાદ કરી વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ત્યારબાદ નખત્રાણા શહેર મધ્યે ભવ્ય રોડ-શો નો આયોજન કરવામાં આવ્યું જેમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નગરજનો ખૂબજ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા ત્યારબાદ શ્રી વિનોદભાઈ એ ડોર-ટુ-ડોર સંપર્ક કરી “ફિર એક બાર મોદી સરકાર” નાં સંકલ્પને સાકાર કરવા આહ્વાન કર્યું હતું.
આજે ચુંટણી પ્રવાસ દરમ્યાન અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જીલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, અબડાસા વિધાનસભાના ભા.જ.પા નાં સૌ હોદ્દેદારાશ્રીઓ, જીલ્લા પંચાયત – તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સાથે નગરજનો જોડાયા હતા.









