મોરબી – રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક નવી બની રહેલ મેડિકલ કોલેજ પાસે એકાદ માસ પૂર્વે બાઈક લઈને જઈ રહેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગાભા ગામના વતની યુવાનના બાઈક આડે રોઝડું ઉતરતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા યુવાનને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુંન્હો નોંધ્યો છે.
રાજકોટ – મોરબી હાઇવે ઉપર શનાળા નજીક નવી બની રહેલ મેડિકલ કોલેજ નજીક ગત તા.19 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે ડબલ સવારી બાઈકમાં નીકળેલા જીતેન્દ્રભાઈ કરશનભાઇ વાઢેરના બાઈક આડે રોઝડું આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા જીતેન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે બાઈક પાછળ બેઠેલા ચિરાગભાઈને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવ અંગે મૃતક જીતેન્દ્રભાઈના પિતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.