લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર ટુર્નામેન્ટ
કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩” તા.૦૬/૦૩/૨૦૨૫ થી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે શરૂ થયેલ છે જેમાં કુલ ૫૨૦ થી વધુ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૧૮/૦૩/૨૦૨૫ના તેરમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ મંગલ ફાર્મા ભુજ અને કલ્પના ઇલેવન આદિપુર વચ્ચે રમાઇ જેમાં કલ્પના ઇલેવન આદિપુર ની જીત થઇ હતી.
બીજી મેચ ચામુંડા ઇલેવન ગોડપર અને ઓધવરામ ઇલેવન માધાપર વચ્ચે રમાઇ જેમાં ઓધવરામ ઇલેવન માધાપર ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ ભુજ સિટી ઇલેવન અને DLR ઇલવાન વચ્ચે રમાઇ હતી. જેમાં DLR ઇલેવન વિજેતા થઇ હતી. ચોથી મેચ KKR ઇલેવન કુકમા અને દોસ્તી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં દોસ્તી ઇલેવન ટિમ ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહેમાનો શૈલેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઇ બારોટ, મોહનભાઇ ચાવડા, વિરમભાઇ આહીર, હિતેશ ગોસ્વામી, પ્રકાશ મહેશ્વરી, કમલભાઇ ગઢવી, યોગેશ ત્રિવેદી, રવિભાઇ ત્રવાડી, મયુરસિંહ જાડેજા, ભરતભાઇ સોમજીયાણી, અમિતભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, રવિભાઇ ગરવા, દીપક સીજુ, જય ભાઇ લાલન, ફારૂકભાઇ સમા, હનીફભાઇ માંજોઠી, મુસ્તાકભાઇ સોઢા, ફરદીન મોમીદ, ફિરોઝ સોઢા, ઇમ્તિયાજ સોઢા, જયંતભાઇ ઠક્કર, સંજયભાઇ ઠક્કર, દિપકભાઇ ડાંગર, બ્રીજેશભાઇ મહેશ્વરી, શંકરભાઇ પરમાર, જેમલભાઇ રબારી, રમેશભાઇ રબારી, નરેશભાઇ રબારી, વિગેરે હાજર રહ્યા હતા.




