Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઆયુષ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ, ન્યુરો સર્જન-પ્લાસ્ટિક સર્જને જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ...

આયુષ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ, ન્યુરો સર્જન-પ્લાસ્ટિક સર્જને જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી યુવાનને નવજીવન આપ્યું

મોરબીમાં આરોગ્ય ક્ષેત્રે નામના ધરાવતી આયુષ હોસ્પિટલમાં જટિલ સર્જરી પણ કરવામાં આવી રહી છે હોસ્પીટલના ડો. પ્રતિક પટેલ (ન્યુરો સર્જન) અને ડો. આશિષ હડીયલ (પ્લાસ્ટિક સર્જન) દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરતા આયુષ હોસ્પીટલે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે

ધ્રાંગધ્રાના ૨૪ વર્ષના દર્દીનું ૪ ફેબ્રુઆરીના રોજ અકસ્માત થયું હતું જેમાં તેમની જમણી બાજુની ખોપડીના આગળ નો ભાગ તેમજ જમણી બાજુની આંખ ઉપરની બાજુનું હાડકું ઈજાગ્રસ્ત થઇ અને ભુક્કો થઇ ગયેલ એવું કહી શકાઈ, તે દરમિયાન દર્દી આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં આવેલ. ત્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લઇ અને મગજમાં જે ખોપડીના કટકા અંદર ધસી ગયેલા જેને ઉપાડી અને ડો પ્રતિક પટેલ (ન્યૂરોસર્જન) દ્વારા મગજનું ઓપરેશન કરવા માં આવ્યું અને દર્દીના ચહેરાના ભાગમા આંખની ઉપરના હાડકાનું [Supra Orbital Rim] ફ્રેક્ચર થઈ ઘણા કટકા થઈ ગયેલા અને અંદર બેસી ગયા હતાં. જેનાં લીધે આંખની ઉપરના ભાગમાં ખાડો દેખાઈ છે.જે દેખાવમાં ખૂબજ ખરાબ લાગે છે. બીજુ આંખનો ડોળો જે હાડકામાં હોય છે તેના છાપરામાં ફ્રેક્ચર [Orbital Roof Fracture]થયું હતું અને આંખનો ડોળો ઉપરની બાજુ ખસી જતો હતો. ઓપરેશન કરી ટાઈટેનિયમ ધાતુ ની પ્લેટથી આંખની ઉપરના હાડકાને જોડવામાં આવ્યું અને છાપરા ના ફ્રેક્ચરની જગ્યાએ ટાઈટેનિયમ ધાતુ ની મેસ મુકી ડો આશિષ હડીયલ (પ્લાસ્ટિકસર્જન) દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

હાલ માં દર્દીને આંખ માં કોઈ પ્રકાર ની ઈજા અથવા ખોટ નથી અને દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. દર્દી અને તેમની ફેમિલી દ્વારા આયુષ હોસ્પિટલની ટીમ અને ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments