મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દિરાનગરમાં ખોડિયાર ચોક પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવઘણભાઇ ભગુભાઇ લાકડીયા, જીતેન્દ્રભાઇ પ્રેમજીભાઇ અગેચાણીયા માલદેવભાઇ દાદુભાઇ લાકડીયા અને રમેશભાઇ વેરશીભાઇ વિંજવાડીયાને રોકડા રૂપિયા 2520 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સવજીભાઈ ભીમાભાઈ છેલાણીયા અને બેચરભાઈ કાળુભાઇ બારૈયાને રોકડા રૂપિયા 1400 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. આ ઉપરાંત ભડિયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇરફાન રફીકભાઈ સમાને રોકડા રૂપિયા 1200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.