કચ્છ : પાછલો દાયકો વિકાસનો હતો, હવેનો દાયકો ટકાઉ વિકાસ (સસ્ટેઈનેબલ ડેવલપ્મેનટ) ને નિર્મિત કરવાનો છે. કુદરતી સંશાધનોને જાળવીને અભૂતપૂર્વ વિકાસ કરવાનો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં હાલે ભા.જ.પા – એન.ડી.એ. ની અડગ અને નિર્ણાયક સરકાર છે તેમ જણાવતા ૧-કચ્છ લોકસભાના ભાજપા ના યુવા ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે મતાધિકાર એ વાસ્તવમાં મતદાન છે, સતત દાનનો સંસ્કાર એ દેશની સંસ્કૃતિનું અવિભાજ્ય મુલ્ય પણ છે, જ્યારે આપણે તેનો અધિકાર માનીએ ત્યારે મરજી પડે તેમ કરીએ છીએ પણ જ્યારે તેને દાન માનીએ ત્યારે દાન સુપાત્રને જ દેવાનું હોય છે તેવો વિવેક જાગૃત થાય છે. તેથી આપણે લોકતંત્ર માટે દાન કરી રહ્યા છીએ એવી ઉચ્ચ ભાવનાથી સુપાત્ર પક્ષને આપણું દાન આપવા સંકલ્પબધ્ધ બનીએ અને ‘અબકી બાર ફિર મોદી સરકાર’ સુત્રને સાર્થક કરીએ. હાલ સ્વંત્રતાનું અમૃત પર્વ ચાલે છે. અને ૨૦૪૭ માં સ્વતંત્રતાની સુવર્ણ જયંતી ઉજવાશે. દરેક ભારતીયોની આંખમાં અનેક સપનાઓ અંજાયેલા છે અને તેને સાકાર કરવા સ્થિર, મજબુત, મક્કમ અને સક્ષમ – સબળ સરકારનો રાજ્યાભિષેક કરીએ નહી કે ગઠબંધનની સરકાર તેમ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું.
પ્રવાસમાં સાથે રહેલા કચ્છ જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ એ વિનોદભાઈ એ ૧૦ વર્ષમાં કરેલ કામને બિરદાવતા જણાવ્યું હતું લે યુવા સાંસદે ખેલ મહોત્સવ અને અભિયાન – ઉત્સવોના આયોજન થકી ૨,૭૮,૦૦૦ થી વધુ ખેલાડીઓ અને પ્રેક્ષકોને લાભ આપ્યો હતો. કોરોના અને બિપોરજોય વાવાઝોડાની ભયંકરતા વચ્ચે અડીખમ સેવા કાર્યોમાં અગ્રેસર રહ્યા અને અન્યોને પણ પ્રેરીત કર્યા. કોરોના સમયકાળ દરમ્યાન રાશન કીટ, સેનેટાઈઝર, માસ્ક વિતરણ, ફૂડ પેકેટ, કોરોના સમયગાળામાં વેકસીન રથ, તેમની સંસ્થા સંચાલિત સમાજ નવ નિર્માણ છાત્રાલય મધ્યે કોવીડ કેર સેન્ટર અંતર્ગત ૧૫૦ બેડની હોસ્પિટલ બનાવી શ્રી વિનોદભાઈ દરેકના સુખ દુ:ખ માં સહભાગી બન્યા છે.તેમને અને તેમના સેવાકાર્યોને બિરદાવતા લોકસભા ચુંટણીમાં અકલ્પય જંગી લીડથી વિજયી બનાવવા શ્રી દેવજીભાઈ એ અપીલ કરી હતી…
તા.૦૩/૦૫/૨૦૨૪, શુક્રવારના વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે.પી.નડ્ડા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીધામ મધ્યે આયોજીત ભવ્ય રોડ શો માં વિશાળ જનમેદની અને પાર્ટીના સૌ આગેવાનો એવમ કર્મઠ કાર્યકર્તાઓ એ સહભાગી થઈને કચ્છ લોકસભા બેઠક પર કેસરિયાના ભવ્ય વિજયનો શંખનાદ ફૂક્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે.પી.નડ્ડા સાહેબ એ પાર્ટીના સૌ ઊર્જાવાન કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેમને સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શ્રી વિનોદભાઈ એ ગાંધીધામ મધ્યે આયોજીત પ્રબુદ્ધ નાગરીક સંવાદ પ્રસંગે હાજરી આપી અને ઉપસ્થિત સૌ નગરજનો સાથે સંવાદ કરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 2047 સુધી ભારતને સ્વનિર્ભર અને વિકસિત દેશ બનાવવાના સંકલ્પ તેમજ ભારતને દુનિયાની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા વધુને વધુ મતદાન કરી જનસમર્થન આપવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કચ્છ જિલ્લા ભા.જ.પા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, મોરબી જિલ્લા ભા.જ.પા અધ્યક્ષ શ્રી રણછોડભાઈ દલવાડી, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા, ગુજરાત વિધાનસભાના પુર્વ અધ્યક્ષા શ્રીમતી નિમાબેન આચાર્ય, પુર્વ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર, પાર્ટી આગેવાનો, વિવિધ મંડલના હોદ્દેદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં સૌ કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા





