આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોપર બાદ મોરબીની મુલાકાતે આવનાર છે. ત્યારે અગાઉથી જ શહેરના કોંગ્રેસ અગ્રણીઓ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ મોરબીના પ્રાણ પ્રશ્નોની રજુઆત કરવાની જાહેરાત કરી હોવાની અગમચેતીના ભાગરૂપે પોલીસે આ બધા કોંગ્રેસ અગ્રણીઓને નજરકેદ કર્યા છે.જેમાં સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, કોંગ્રેસ અગ્રણી અમુભાઈ હુંબલ, કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઈ કાસુંન્દ્રા,બળદેવભાઈ ઘુમલીયા, મિલનભાઈ સોરીયા સહિતનાં દસેક જેટલક આગેવાનો નજર કેદ કરાયા છે. આ અગ્રણીઓએ આ પગલાંને હિટલરશાહી ગણાવ્યું છે.
