મોરબી : સીએમ ભુપેન્દ્ર પટેલ આજે બપોરે વિકાસ કામોના લોકપર્ણ અને ખાતમુહૂર્ત માટે મોરબી અવનાર છે. તેથી જુદી જુદી સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરે તે પહેલાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી અગ્રણીઓને કોંગ્રેસ કાર્યાલય ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યારે આપ પાર્ટી પણ મોરબીના જુદા જુદા પ્રાણ પ્રશ્નોને લઈને પોસ્ટર સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરવાની જાહેરાત કરી છે. જેમાં આપ પાર્ટીએ સમસ્યાઓથી ઘેરાયેલા મોરબીમાં મુખ્યમંત્રીનું સ્વાગત, ઠેરઠેર ગટરો, ઉબડ ખાબડ રોડ રસ્તાની સમસ્યા ઘેરાયેલા મોરબીમાં મુખ્યમંત્રીનું સ્વાગત, નંદીઘરના નામે કરોડોના ભ્રષ્ટાચારવાળા મોરબીમાં મુખ્યમંત્રીનું સ્વાગત, છેલ્લી ટર્મમાં 52 નગરસેવકો હોવા છતાં ઝીરો વિકાસવાળા મોરબીમાં, પાણીના નિકાલ અને વોકળા ઉપર બાંધકામની મજૂરી આપી વરસાદી નિકાલ બંધ થયેલા મોરબીમાં, હપ્તારાજ ખનીજ માફિયાના શહેરમાં મુખ્યમંત્રીનું સ્વાગત હોવાના પોસ્ટર સાથે સ્વાગત કરાશે તેવી જાહેરાત કરી છે.

