મોરબી : એસટી બસના ભાડામાં જે વધારો કરવામાં આવ્યો છે. તે વધારો પાછો ખેંચવા માટે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયુ છે કે ગુજરાત સરકાર દ્વારા બસભાડામાં વધારો જાહેર કરવામાં આવેલ છે. મોટા ભાગે બસમાં મુસાફરી કરનાર મજુર વર્ગ તથા નાના નોકરિયાતો, નાના ધંધાર્થીઓ તેમજ માધ્યમ વર્ગના લોકો હોય છે. મોટા નોકરિયાતો, મોટા ઉદ્યોગપતિઓ, કે પૈસાદાર લોકો બસમાં મુસાફરી બહુ ભાગ્યેજ કરતા હોય છે. એટેલ આ વધારો નાના તથા માધ્યમ આવક વાળા લોકો ના જ બજેટો અસર કરનાર સાબિત થશે. તો આ વધારો પાછો ખેચવા માંગણી છે. આ ઉપરંત સરકાર દ્વારા જે ટોલ ટેક્સ વધારો કરવામાં આવેલ છે. તે લોકોના જીવન જરૂરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટને મોંઘુ કરનાર સાબિત થશે, આનાથી મોંધવારી વધશે તો આ વધારો પાછો ખેચવામાં આવે તેવી માંગ છે.