મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે દરોડો પાડતા સુરાપુરાના મંદિર પાછળ આરોપી કીશોરભાઇ મગનભાઇ ખંડોલા, પ્રભાતભાઇ મેણંદભાઇ ડાંગર, દેવદાનભાઇ નરસંગભાઇ કાનગડ, પરબતભાઇ ખીમાભાઇ ચાવડા, એભલભાઇ ભવાનભાઇ ડાંગર અને ગોરધનભાઇ શામજી બોરીચા નામના આરોપીઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જુગારના પટ્ટમાંથી પોલીસે રોકડા રૂપિયા 6,380 કબ્જે કર્યા હતા. જો કે, આરોપી મહેશભાઇ ડાંગર રહે.મોટી બરાર ગામ વાળો નાસી જતા પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.