મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસે જીજે – 08 – યુ – 2208 નંબરના ટ્રક ચાલકે જીજે – 36 – જે – 9583 નંબરના બાઈક ચાલક પ્રકાશભાઈ વસંતભાઈ સોમાણી રહે.વીસીપરા મેઈન રોડ, ખાદી ભંડાર પાસે, મોરબી વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રકાશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ આકાશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.