હળવદ રેલવે સ્ટેશન પાસે પાર્ક કરેલી સ્વીફ્ટ ડીઝાઈર કારમાં સાંજે 7:00 વાગ્યાની આજુબાજુએ કોઈ અગમ્યો કરણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ રેલવે સ્ટેશન પાસે પાર્ક કરેલી swift dzire કાર નંબર GJ 12 CJ 3298 પાર્ક કરી હતી તે દરમિયાન કોઈ અગમ્ય કારણસર અચાનક કારમાં આગ લાગતા ભળભળ સળગી ઊઠી હતી આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હળવદ ફાયર ફાઈટરને જાણ કરી હતી અને ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવી કોઈ મોટી જાનહાની બને તે પહેલા આગ પર કાબુ મેળવ્યો હતો અને જાણવા મળતી માહિતી મુજબ આ કારના માલિક કચ્છ થી હળવદ રેલવે સ્ટેશનને આવ્યા હોવાનું જાણવા મળે છે. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ક્યાં કારણોસર આગ લાગી તે કારણ જાણવા મળ્યું નથી.