હળવદ શહેરના આંબેડકર સર્કલ નજીક સિંગની દુકાન પાસે તું હવા કેમ કરશ અને છોકરીઓ સામે કેમ જુવે છે કહી વેગડવાવ ગામના શખ્સે વેપારી યુવાનને ઢીકા પાટુનો માર મારી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં રાવલફળીમાં રહેતા અને દુકાન ધરાવતા નયનગીરી પ્રવીણગીરી ગોસાઈ ઉ.40 નામના યુવાન વેપારીએ હળવદ પોલીસ મથકમાં આરોપી રવિ મનુભાઈ રબારી રહે.વેગડવાવ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે પોતે તેમની સિંગની દુકાને હતા ત્યારે આરોપી રવીએ દુકાને આવી તું કેમ ગામમાં બહુ હવા કરશ કહી છોકરીઓ સામે પણ બહુ જોવે છે કહી ઢીકા પાટુનો માર મારી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી રવિ રબારી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.