મોરબી : સીમા જાગરણ મંચ મોરબી દ્વારા “રાષ્ટ્ર આરાધન” વિષય પર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના સંઘચાલક ડો. સંજીવભાઈ ઓઝા તેમજ આ કાર્યક્રમમા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી જિલ્લાના DYSP પ્રતિપાલસિંહ ઝાલા, તેમજ જયદિપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જિલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા તથા કાર્યક્રમના સૌજન્ય વિનોદભાઈ સનારિયા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગના ધર્મ જાગરણના સહસંયોજક જસ્મીનભાઈ હિંસુ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી. સીમા જાગરણ મંચ મોરબીના મહામંત્રી પ્રસાદભાઈ ગોરીયા દ્વારા કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી. ત્યારબાદ મોરબી જિલ્લા DYSP પ્રતિપાલસિંહ ઝાલા द्वारा (3P) people, Place Problem તેમજ ઇન્ટરનલ સિકયુરિટી અંગે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુણસાગર દાસજી સ્વામિ દ્વારા આશીર્વચન પાઠવ્યા, તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા સંજીવભાઈ ઓઝા દ્વારા સીમા જાગરણ મંચના કાર્યો તથા રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરીક તરીકેના કર્તવ્યો અંગે વિસ્તૃત વાત કરવામાં આવી. સીમા જાગરણ મંચ મોરબી જિલ્લાના સદસ્ય અને આ કાર્યક્રમના સંયોજક રમેશભાઈ કૈલા દ્વારા કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી.
આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સદસ્ય હિરેનભાઈ વિડજા, રાજેશભાઈ એરણીયા સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા યુવા આયામ પ્રમુખ અને આ કાર્યક્રમના સહસંયોજક આર્યનભાઈ ત્રિવેદી, સીમા જાગરણ મંચ મોરબી નગરના મહામંત્રી બીપીનભાઈ અઘારા, મોરબી નગરના મંત્રી હિરેનભાઈ સીણોજીયા, મોરબી જિલ્લા સદસ્ય મિલનભાઈ વ્યાસ અને કિશનભાઈ ગોગરાએ ખુબ જહેમત ઉઠાવી હતી.


