મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ ગ્રાન્ટ અપાઈ
મોરબી : મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ મોરબી જિલ્લાના 6 સરપંચને સવા બે લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવાઈ છે. જિલ્લા કક્ષાની એક તથા તાલુકા પંચાયતની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સરપંચ માટે સરકાર દ્વારા 2 લાખ 25 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
જેમાં માળિયા (મિયાણા) તાલુકાના રાસંગપર ગામના સરપંચ અમીતભાઈ દેવજીભાઈ ધુમલીયાને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે. આ ઉપરાંત મોરબીના ભરતનગરના સરપંચ પ્રભાબેન વિઠ્ઠલભાઈ પાંચોટીયા, હળવદના દેવીપુરના સરપંચ મનીષાબેન રમેશભાઈ સોનગ્રા, માળિયા (મિયાણા) કુંભારીયાના સરપંચ ઉર્મિલાબેન કાંતિભાઈ દેત્રોજા, ટંકારાના વાઘગઢના વલ્લભભાઈ લાલજીભાઈ બારૈયા, વાંકાનેરના રાણેકપરના સરપંચ હુસેન નુરમામદ શેરસીયાને 25-25 હજારની ગ્રાન્ટ ફાળવાઈ છે.