મોરબી : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 33 જેટલાવર્ગ-3ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર (બિનહથિયારી) એટલે કે PSIને વર્ગ-2માં પોલીસ ઈન્સ્પેક્ટર (બિનહથિયારી) એટલે કે PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં મોરબીના પણ 3 PSIનો સમાવેશ કરાયો છે.
મોરબીમાં હાલ PSI તરીકે ફરજ બજાવતા ધર્મિષ્ઠા વિશાલ કાનાણી, પુષ્પાબેન રમેશભાઈ સોનારા અને નારણ માયાભાઈ ગઢવીને PI તરીકે પ્રમોશન મળ્યું છે. ત્રણેય પોલીસ અધિકારીને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.