મોરબી લીલાપર રોડ પર માઇનોર બ્રિજ બનાવવા માટે અંદાજીત રૂપિયા 2.65 કરોડ મંજૂર કરાતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
મોરબી તાલુકાના મોરબી લીલાપર રોડ પર આવેલ માઇનોર બ્રિજ બનાવવા માટે અંદાજીત રૂપિયા 2.65 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જે બદલ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને મોરબી જિલ્લાનો ઝડપી વિકાસ થવાની આશા વ્યક્ત કરી છે.
