વાંકાનેર : વાંકાનેર – કચ્છ નેશનલ હાઇવે ઉપર હસનપર ઓવરબ્રિજ પાસે ઉત્તરપ્રદેશના પાસિંગ વાળા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.7ના રોજ સવારના સમયે વાંકાનેર શહેરમાં બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય અને તેમના પત્નિ મોનાલિબેન કમલેશભાઈ ઉપાધ્યાય ઉ.38 બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે હસનપર ઓવરબ્રિજ પાસે યુપી – 22 – એટી – 1552 નંબરના ટ્રક ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં કમલેશભાઈને ઇજાઓ પહોંચી હતી જ્યારે મોનાલીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજયું હતું.અકસ્માતની આ ઘટના બાદ ટ્રક ચાલક નાસી જતા કમલેશભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.