મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાદુંળકા ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસેથી ઇકો કારમાં દેશી દારૂની સપ્લાય કરવા આવેલા આરોપી ઇમરાન જાનમામદ ભટ્ટી અને સિકંદર મુસ્તાકભાઈ કાજેડીયા રહે.બન્ને માળીયા મિયાણા વાળાઓને 200 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 40,000 સાથે ઝડપી લઈ દોઢ લાખની કિંમતની ઇકો સહિત કુલ રૂપિયા 1.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામ નજીક રહેતા આરોપી ઇસ્મતઅલી અબ્બાસભાઈ મોવરે આપ્યો હોવાનું અને બેલા ગામની સીમમાં રહેતા આરોપી ભરત વલ્લભભાઈ ઉઘરેજીયાને આપવાનો હોવાનું કબુલતા બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.