મોરબી એલસીબીની કાર્યવાહી : 17.88 લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ : ગતરાત્રિના હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી નજીક સફેદ માટીની આડમાં ટ્રકમાં સંઘરેલ 707 બોટલ દારૂ અને 288 ટિન બિયરના મોરબી એલસીબી પોલીસે ઝડપી લીધા છે.પોલીસ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરી રૂપિયા 17,88,580 નો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ એલ.સી.બી સ્ટાફના પો.હેડ.કોન્સ.સુરેશભાઈ હુંબલ, પો.કોન્સ ભગીરથસિંહ,અને વિક્રમભાઈ ફુગસીયાની બાતમી ના આધારે ગત મોડી રાત્રિના હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી પાસે આવેલ નર્મદા આર્કેટ સામે માળીયા તરફથી સફેદ માટી ભરી આવતા ટ્રક નંબર આરજે 19 જીઈ 8765 ના ચાલકને ઉભો રાખી તપાસ કરાતા માટીની આડમાં સંઘરેલ 707 બોટલ દારૂ કિંમત રૂપિયા 2,52,280 તેમજ 288 ટીન બીયરના કીમત રૂપિયા 28800 અને ટ્રક કીંમત રૂપિયા 15 લાખ ને જપ્ત કરી ટ્રક ચાલક સિયારામ ઉર્ફે મુકેશ બનારામ જાટની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ જઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને કોને આપવામાં આવનાર હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

