મોરબી : આઇપીએલ ક્રિકેટની મોસમ વચ્ચે એલસીબી પોલીસ અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને તેમજ વરલી મટકાના ત્રણ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી એલસીબી ટીમે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર દરોડો પાડી આરોપી કાસમ ઉર્ફે ગાંધી મામદભાઈ દલ રહે.વજેપર મોરબી વાળાને આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર રન ફેરનો ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3200 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 500 કબ્જે કરી આરોપી રસીદ જુમાભાઈ ચૌહાણ રહે.જુના બસસ્ટેન્ડ પાસે મોરબી વાળાનું નામ ખોલાવી ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે વાંકાનેર દરવાજા પાસેથી આરોપી રામદેવ ખીમજીભાઈ પટેલ રહે.બહાદુરગઢ અને વિજય ભીખાભાઇ પટેલ રહે.વાવડી રોડ મોરબી વાળાને વરલીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 800 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કર્યું હતું. જ્યારે બીજા દરોડામાં પોલીસે વાવડી રોડ ઉપર મનિષ વિદ્યાલય પાસેથી આરોપી પ્રાણજીવન લવજીભાઈ ભૂત રહે.વાવડી રોડ વાળાને 2000 રોકડા સાથે ઝડપી લઈ આરોપી વિજય ભીખાભાઇ પટેલનું નામ ખોલાવ્યું હતું.