Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના લાલપર ગામના ગેટ સામે ટ્રકની હડફેટે બાઈકસવાર યુવાન ઘાયલ

મોરબીના લાલપર ગામના ગેટ સામે ટ્રકની હડફેટે બાઈકસવાર યુવાન ઘાયલ

મોરબીના લાલપર ગામના ગેટ સામે આવેલ કટમાં મોટર સૈક્ક્લ ચાલક વણાંક લેતા ટ્રકના ચાલકે ઠોકર મારી દેતા યુવાનને ઈજા પહોચી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના મકનસર ગામે રેહતા વિનોદભાઈ બચુભાઈ બરાસરા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાનું સ્પ્લેન્ડર મોટર સાઈકલ જીજે ૩૬ એએચ ૦૨૫૯ લઈને મોરબી શક્તિ ચેમ્બરથી સરતાનપર રોડ પર જતા હોય દરમિયાન મોરબીના લાલપર ગામના ગેટ પાસે આવેલ કટમાંથી રોડ પર ચડી આગળ આવેલ કટ પાસે વાંકાનેર તરફ મોરબી લાલપર ગામના ગેટ ઉભું રાખેલ તે વખતે વાંકાનેર તરફથી આવતા ટ્રક એમએચ ૨૩ એયુ ૯૩૯૯ ના ચાલકે તેનો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી વિનોદભાઈના મોટર સાઈકલને પાછળથી ઠોકર મારી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments