મોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તારીખ 9 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ 19 આસામીઓને 14 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો તથા ગંદકી કરતાં 35 આસામીઓ પાસેથી 7 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા 1 આસામી પાસેથી 200 રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો. સાથે જ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જાહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરાયો છે.