મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ ખાતેશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર, મહાનગરપાલિકા સ્ટાફ, હેલ્થ વિભાગનો સ્ટાફ, મેડિકલ એસોસિએશનના સભ્યો, એનજીઓ તથા નગરજનો શ્રમદાનમાં જોડાયા હતા.
આ શ્રમદાન અંતર્ગત સફાઈ અભિયાનમાં આશરે 9 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ 2 આસામીઓ પાસેથી ગંદકી ફેલાવવા બદલ 1200 રૂપિયાનો દંડ વસુલાયો હતો. આ ઉપરાંત શ્રમદાન દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ ખાતે દબાણ દુર કરવામાં આવ્યું હતું.



