મોરબી : મોરબની ત્રાજપર ચોકડી પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે દેશી દારૂ ભરેલી કાર સાથે કુખ્યાત મહિલા બુટલેગર અને તેના બે સાગરીતોને ઝડપી લઈ 50 હજારના દારૂ તેમજ ત્રણ લાખની કાર કબ્જે કરી હતી.
મોરબી ત્રાજપર ચોકડી પાસે પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી જીજે – 36 – એપી – 5003 નંબરની કાર અટકાવી તલાશી લેતા કારમાંથી 250 લીટર દેશી દારૂ મળી આવતા આરોપી પોલીસે આરોપી વિશાલભાઇ હરખાભાઇ ઝીઝવાડીયા, રહે, પાણીની ટાંકી પાસે જેતપર ગામ, કિશનભાઇ રમેશભાઇ મકવાણા, રહે. વીસીપરા મદિના સોસાયટી બીલાલી મસ્જીદ પાસે, મોરબી અને દારૂ મંગાવનાર યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચણીયા રહે.શોભેશ્વર સોસાયટી, જુના ઘુટુ રોડ, મોરબી વાળીને ઝડપી લઈ 50 હજારનો દેશી દારૂ તેમજ 3 લાખની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો