મોરબી મહાનગરપાલિકા ઝોન ૨ ના મહેન્દ્રનગર ચોકડી થી માળિયા ફાટક સુધી હેવી લોડીંગ વહાન ચાલતા બંધ કરવા આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ માંગ ઉઠાવી છે.
મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા સૌથી વધુ ટ્રાફિક અને પોસ વિસ્તાર એવાં મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક છે. જે રસ્તા પર ફેક્ટરીએ અપડાઉન કરતા લોકોનું ખુબ જ પ્રમાણમાં અવરજવર રહે છે. સાથે સાથે આ રસ્તા પર અનેક રેસીડેન્સી સોસાયટી અને મહેન્દ્રનગર ગામ આવેલું છે.આ રસ્તામાં હેવી લોડીંગ વહાન ચાલતા હોય તો સતત ટ્રાફિક રહે છે અને મોટા અક્સ્માતની સંભાવના રહે છે. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી અને વાંકાનેર વિધાનસભાના પ્રભારી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ રસ્તા પર આવતા હેવી લોડીંગ વહાન ના રૂટને ૮એ નેશનલ હાઈવે પર ડાઈવટ કરવામાં આવે અને મહેન્દ્રનગર ચોકડી પર અધુરો રહેલો પુલને ઝડપી બને જેથી કરીને ટ્રાફિક ની સમસ્યાનો ઉકેલ મળે તેવું જણાવ્યું છે.
