મોરબી : કોંગ્રેસ નેતા સામે અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા સમ્બિતા પાત્રા સામે મોરબી સિટી એ ડિવિઝન પીઆઈને ફરિયાદ નોંધવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે સમ્બિતા પાત્રા એ તા. ૧૭-૦૪-૨૦રપ ના રોજ મિડીયા સમક્ષ જાહેરમાં ભારતના વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા તેમના માતા સોનીયા ગાંધી વિરૂધ્ધ જાહેર નિવેદન આપતા કહ્યું હતુ કે, રાહુલ ગાંધી તથા સોનીયા ગાંધી “ડકેતી તથા ડાકુ છે.” આવા વાક્ય પ્રયોગ કરી હિંસા ભડકાવવા અને શાંતિનો ભંગ કરવાના ઉદેશ્ય સાથે નિવેદન આપ્યુ છે. આ નિવેદનનો ટીવી ચેનલો અને સોશિયલ મીડીયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. આવા ભાજપના નેતા દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિવેદનોથી દેશના વિપક્ષના નેતાને ડકેતી તથા ડાકુ ગણવતા, ભાજપ નેતા વ્યકિત ગત દ્વેષ દર્શાવે છે. ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રખમાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વિગેરેના ઉદેશયથી ક૨વામાં આવે છે. જેથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

