કલેકટર તંત્રને આવેદન : રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ
મોરબી : પશ્ચિક બંગાળમાં હિંદુઓ ઉપર વધતા જતા હુમલાને લઈ એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટર તંત્રને આવેદન આપવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આવેદનમાં જણાવાયુ છે કે વીતેલા ઘણા સમયથી પશ્ચિમ બંગાળની હાલત જોતા એવું લાગે છે કે મમતા બેનર્જી એક ષડયંત્રના ભાગરૂપે પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ સાથે જોડવાના પ્રયત્ન કરે છે તથા આ પ્રયત્ન જ્યારે ભારતની કેન્દ્ર સરકાર રાષ્ટ્રહિતમાં નિર્ણય લે કે પછી કોઈ કાયદો લાવે છે એના વિરોધ સ્વરૂપે હિન્દુઓ ઉપર હુમલા જોવા મળે છે. હાલમાં વક્ક બોર્ડના કાયદાના નામ ઉપર પશ્ચિમ બંગાળમાં મુર્શીદાબાદમાં જે પ્રકારે ષડયંત્ર તહત હિન્દુઓ ઉપર હુમલા કરવામાં આવ્યા છે.હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. અનેક બેન દીકરીઓની ઈજ્જત લૂંટવામાં આવી છે. હિન્દુઓની સંપત્તિઓને નુકસાન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને રાષ્ટ્ર વિરોધી તાકાતોને સખત થી સખત સજા કરવામાં આવે તથા મુર્શિદાબાદમાં જે ઘટના બની છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દોશીઓને કડક થી કડક સંજા કરવામાં આવે તેવી માંગ છે.

