મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલ કિયા સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા જીતેન કિશનભાઈ ડંડીયા ઉ.28 નામનો યુવક ગત તા.4 એપ્રિલના રોજ લેબર કવાટર્સની અગાસી ઉપરથી પડી જતા પ્રથમ મોરબી બાદ અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવતા તા.9 એપ્રિલના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.