Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવેરા ઉપર હાલ 10% રિબેટ, વેરો ન ભરનારની મિલકત સિલ કરી હરાજી...

વેરા ઉપર હાલ 10% રિબેટ, વેરો ન ભરનારની મિલકત સિલ કરી હરાજી કરી દેવાની ચેતવણી આપતા નાયબ કમિશનર

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા હાલ ટેક્સ ઉપર 10 ટકા રિબેટ આપવામાં આવી રહ્યું છે. છતાં પણ વેરો ન ભરનાર આસામીઓની મિલકતો સિલ કરી તેની હરાજી કરીને વેરાની વસુલાત કરવામાં આવશે તેમ મહાપાલિકાએ જાહેર કર્યું છે.

હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10% રિબેટ આપવા આવે છે સાથે ટેકસ શાખા દ્વારા તા.01/04/2025થી 19/04/2025 સુધી 10,000થી 50,000 સુધીની રકમ બાકીના 522 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. ટેકસ શાખા દ્રારા સીલ કરવામાં આવેલ મિલકતને ટુંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે.

વર્ષ-2025-26માં પણ ટેક્સ શાખા દ્વારા 2024-25ना वर्षना બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જુન સુધીમાં મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવશે. મિલકત વેરો ભરવા માટે www.enagar.gujarat.gov.in પર ઓનલાઈન ટેક્સ ભરી શકે છે. તેમજ સિવિક સેન્ટર, પહેલા માળે, રેલ્વે સ્ટેશન પાસે અને મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીમાં ટેકસ ભરી શકે છે. આથી મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે. તેમ નાયબ કમિશનર (પ્રોજેકટ) મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments