મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિણીતાને પ્રસવ પીડા ઉપડયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલના સીડીના પગથિયાં ચડતી વેળાએ પ્રસૂતાને આંચકી ઉપડી જતા અચાનક બેભાન થઈ ગયેલ પ્રસૂતા અને ગર્ભસ્થ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
અરેરાટી ભરી આ ઘટનાની વિગતો જોઈએ તો મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ પાછળ હદાણીની વાડીમાં રહેતા કીર્તિબેન મહિપતભાઈ કણઝારીયા ઉ.29 નામના પરિણીતાને ગઈકાલે પ્રસુતિ પીડા ઉપડતા શનાળા રોડ ઉપર આવેલ કલરવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયે હોસ્પિટલની સીડી ચડતી વેળાએ કીર્તિબેનને આંચકી ઉપડી ગયા બાદ બેભાન બની જતા કીર્તિબેન તેમજ તેમના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.