મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં જાહેરમાં જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત છ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા નીતિનભાઈ અરુણભાઈ વરાણીયા, પુરીબેન નીતિનભાઈ વરાણીયા અને રસિલાબેન લખમણભાઈ વરાણીયાને રોકડા રૂપિયા 1250 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં પોલીસે ત્રાજપર અવેળા પાસેથી નટવરલાલ વસરામભાઈ વરાણીયા, મંજુબેન દિનેશભાઇ સનુરા અને જેતિબેન માનસિંગભાઈ સનુરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2220 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.