મોરબી : હળવદ અને વાંકાનેર તાલુકાના તિથવા ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ બે દરોડામાં જાહેરમાં જુગાર રમી રહેલા કુલ સાત જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં હળવદમાં ત્રણ અને વાંકાનેરમાં ચાર જુગારીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રથમ દરોડામાં હળવદ પોલીસે પંચમુખી ઢોરો વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુન્નાભાઈ સોમાભાઇ પારેવાડિયા, નીતિનભાઈ ખીમશંકરભાઈ જોશી અને વિક્રમ ડાયાભાઇ સીતાપરા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4050 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે તિથવા ગામે કોળીવાસમા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવઘણ પ્રવીણભાઈ સીતાપરા, મગનભાઈ કરશનભાઇ સાથલીયા, દેશમભાઈ ઉદલિયાભાઈ ધાણક અને દિનેશ વસરામભાઈ સીતાપરાને રોકડા રૂપિયા 7200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.