મોરબી : ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે
તારીખ 20 તી 25 એપ્રિલ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર સન્માન સભા (યુવા સંમેલ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા 23 એપ્રિલ ને બુધવારે મોરબીના લક્ષ્મીનગર સ્થિત આર્યાવર્ત સ્કૂલ ખાતે સન્માન સભાનું આયોજન કરાયું છે.
23 એપ્રિલ ને બુધવારે સાંજે 4-15 કલાકેથી આ સન્માન સભા કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં વક્તા તરીકે ભાજપ પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા અને પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા હાજર રહી વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સર્વે વિદ્યાર્થીઓ તથા સમગ્ર યુવાનોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
