મોરબીના ટીંબડી અને બેલા ગામેં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બેલા અને ટીંબડી ગામની સીમમાં જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં ચાર જુગારીઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબીના જેતપર મોરબી રોડ ઉપર બેલા ગામની સીમમાં સીએનજી પંપ સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇમરાનભાઈ વલીમામદભાઈ કટારીયા તેમજ આરોપી હિમાંશુ ભરતભાઇ બાવળિયા નામના શખ્સોને રોકડા રૂપિયા 1210 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. તેમજ ટીંબડી ગામના તળાવ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અલ્તાફ અનવરભાઈ પઠાણ અને અલ્તાફ હુસેનભાઈ જીંગિયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 510 કબ્જે કરી જુગારધારા મુજબ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.