મોરબીના નાની વાવડી ગામેથી યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી
મોરબીના નાની વાવડી ગામેથી યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ યુવકની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જો કે હજુ હત્યાના કારણ અંગે ઘેરું રહસ્ય છવાયેલું છે.
સૂત્રોમાંથી પાસેથી પ્રાપ્ત વિગતો. અનુસાર મોરબીના નાની વાવડી ગામે રહેતા દિપકભાઇ ભાણજીભાઈ મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ગતરાત્રે જ આ યુવકની તીક્ષીણ હત્યારથી ક્રૂર રીતે હત્યા નિપજાવવામાં આવી હતી અને આ 35 વર્ષીય યુવકની અજાણ્યા શખ્સો સે હત્યા કરી લેશને ફેંકી દીધી હતી. આ હત્યાના બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે નાની વાવડી ગામે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડી વધું તપાસ હાથ ધરી છે.
