મોરબી : મોરબીમાં ગૌરાંગ શેરી, પારેખ શેરીમાં ગેરકાયદેસર રીતે પ્રતિમા એપાર્ટમેન્ટમાં મોબાઈલના ટાવર ઉભા કરવામાં આવ્યા છે. તે અંગે ફરિયાદ કરતા સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિતમાં રજુઆત કરી આ ટાવર કોની મંજૂરીથી અને કોના કહેવાથી ઉભું કરેલ છે તે અંગે માહિતી આપવા માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રતિમા એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા નથી. અને ફાયરની સુવિધા પણ નથી. જો કોઈ દુર્ઘટના બને તો ફાયરની ગાડી આવી શકે તેમ નથી. તો આવા બનાવ બને તો જવાબદારી કોની ? આ મોબાઈલ ટાવરથી થતા નુકસાન જેમ કે ગર્ભવતી મહિલા, પશુ-પંખીને અને વૃધ્ધ લોકોને જે ગંભીર અસર થાય તો તેની જવાબદારી કોની ? મોરબી મહાનગરપાલિકાનું ટેક્સ આ પ્રતિમા એપાર્ટમેન્ટ વાળા અને દલીચંદે ભરેલ નથી. તો આ પ્રતિમા એપાર્ટમેન્ટ વાળાને આ ટાવર તાત્કાલિક કાઢવા મોરબી મહાનગર પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે. એક તાવરનું ભાડું 40,000 લે છે તો આવા બે ટાવર છે. તો આ પ્રતિમા એપાર્ટમેન્ટના મોબાઈલના ટાવરના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા પગલાં લેવા સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા ગિરીશ કોટેચા, રાણેવાડિયા દેવેશ મેરુભાઈ દ્વારા મોરબી મનપા કમિશ્નર સમક્ષ માંગ કરવામાં આવી છે.