મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે માળિયા હાઈવે પરથી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબી માળિયા હાઈવે પર મોરબી તરફ આવતી કાર જીજે ૨૪ કે ૯૬૭૮ શંકાસ્પદ લાગતા તેને રોકી તપાસ કરતા સાચા નંબર આર જે ૧૬ સી એ ૪૯૩૩ હોવાનું ખુલતા કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૧૮૩૭ કીમત રૂ.૨,૧૧,૭૪૦ તથા આઈ ૨૦ કાર કીમત રૂ.૫,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭,૧૧,૭૪૦ સાથે શ્રીરામ બીરબલરામ બિશ્નોઈ રહે-રાજસ્થાન વાળાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા માલ મોકલનાર સુરેશ ઉર્ફે શેરો ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઈનુ નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ એચ એ જાડેજા, આર પી રાણા, એ પી જાડેજા, ચકુભાઈ કરોતરા, ધમેન્દ્રભાઈ વાઘડીયા, કિશોરભાઈ મિયાત્રા, અરવિંદભાઈ ઝાપડિયા, સિદ્ધરાજસિંહ જાડેજા, સિદ્ધરાજભાઈ લોખીલ, તેજાભાઈ ગરચર, હિતેશભાઈ ચાવડા અને કિશનભાઈ મોટાણી સહિતની ટીમે કરેલ છે.

