મોરબીમાં તારીખ 29/4/2025 ના રોજ પરશુરામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સાદગી પૂર્ણ રીતે કરવામાં આવશે. જેમાં સવારે 8:00 કલાકે પરશુરામ ધામ મોરબી મુકામે યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સવારે 9:30 કલાકે સંસ્કાર હોલ જીઆઇડીસી ખાતે પરશુરામ ભગવાનના જીવન ચરિત્ર ઉપર પ્રવચનનો કાર્યક્રમ રાખેલ છે જેમાં ડોક્ટર કૃષ્ણકાંત શુક્લ રાજકોટ થી પ્રવચન માટે પધારશે. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સાંજે 7:00 કલાકે પરશુરામ ધામ મંદિર ખાતે અન્નકુટ અને મહાઆરતી નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે
દરેક ધર્મપ્રેમી ભાઈઓ- બહેનોએ આ કાર્યક્રમોનો લાભ લેવા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતાની યાદી જણાવે છે. શોભાયાત્રા તથા પ્રસાદના કાર્યક્રમો પહેલગાંવમાં થયેલ હુમલાના સંદર્ભે બંધ રાખવામાં આવેલ છે જેની સૌએ નોંધ લેવી તેવી અપીલ કરવામાં આવી છે.