ટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા
મોરબી : ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવવામાં આવી હતી.
ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા પ્રજાના કામો ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. તેઓ પ્રજાના કામ સાથે સેવાકીય કામો પણ કરી રહ્યા છે. જેમાં ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ ટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવી હતી.
