મોરબીના લાલપર પાસે હાઇવે ઉપર સર્વિસ રોડ નજીક કચરાના ઢગલામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અહીં ધુમાડાના ગોટેગોટા વળ્યાં હોય, વાહનચાલકોને અહીંથી પસાર થવામાં પરેશાની થઈ રહી હતી. આ મામલે જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ પાણીનો મારો ચલાવી આગને ઓલવી હતી.

